કોણા હતા પ્રબોધનકાર ?: Page 9 of 9

અત્રે , માધવરાવ બાગલ , પ્રભાતકાર વા .રા.કોઠારી અને સેનાપતિ બાપટ જેવા નેતાઓ આ આંદોલનના પંચાયતન કહેવાય છે . આ લોકો કોઈ પણ રાજકીય પક્ષમાં ન હોતા . કેમણે સ્વતંત્રપણે સંપૂર્ણ આંદોલનનું નેતૃત્વ કર્યું હતું . આ આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે પ્રબોધનકાર જીવનના સાતમા દાયકાની લગોલગ હતા . પણ તેમના પ્રવતનોએ લોકોમાં નવી ચેતનાનો સંચાર કર્યો . તેમની કલમ તો નીડરતાપૂર્વક ચાલી જ રહી હતી . આ દરમિયાન તેમણે લીધેલી ડો . બાબાસાહેબ આંબેડકરની મુલાકાત મહત્ત્વની સાબિત થઈ . પક્ષભેદ ભૂલી ભેગાં નહીં આવો , તો કોંગ્રેસ મુંબઈ સાથેનું મહારાષ્ટ્ર ક્યારેય નહીં આપે , બાબાસાહેબ આપેલી આ ચેતવણી મહત્તવપૂર્ણ ગણાઈ . ત્યારબાદ તમામ વિકોધી પક્ષો સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિના મેજા હેઠળ એકત્ર થયા અને સંયુક્ત મહારાષ્ટ્રનું નિર્માણ થયું . ત્યારબાદ પ્રબોધનકારે તમામ સાર્વજનિક ચળવળોમાંથી રાજીનામું આપી દીધું .

 

અને શિવસેના

 

એક સાર્વજનિક નવરાત્રોત્સવ માટે પ્રબોધનકારે શિકાર માટે તૈયાર વાદ્યનું ભવ્ય દિવ્ય ચિત્ર બનાવ્યું હતું જે નાનકડા બાળ અને શ્રીકાંત જોઈ રહ્યા હતા . આગળ જતાં આ વાઘ તે જ રીતે શિવસેનાનું પ્રતીક ચિહ્ન બન્યું . માત્ર આ પ્રતીક નહીં પણ શિવસેનાના નામ , જય મહારાષ્ટ્ર આ ઘોષવાક્ય , જ્વલંત મરાઠી આભિમાનનો ધ્વજ અને બહુદનવાદ સભર હિંદુત્વ આ બધું મૂળ તો પ્રબોધનકારનું જ . બાળાસાહેબ પ્રબોધનકારની વાણી , કલમ અને પીંછીનું કૌશલ્ય ઉપાડ્યું . તો શ્રીકાંતજીએ આ બધા સાથે સંગીત પણ લીધું .

 

ન્યૂજ ડે છોડ્યા બાદ કાર્ટૂનિસ્ટ તરીકે ગાજનારા બાળાસાહેબ  ‘શંકર્સ વીકલી ની તરજ પર અંગ્રેજી સામયિક કાઢવાની તૈયારીમાં હતા . પણ પ્રબોધનકારે આવું કરવાની ના પાડી . તેમણે કહ્યું મરાઠીમાં વ્યંગચિત્ર સાપ્તાહિક કાઢવું જોઈએ . નામ પણ જણાવ્યું  ‘માર્મિક. આગળ જતાં  ‘માર્મિક શિવસેના ઊભી કરી . આ શિવસેનાને મરાઠી આભિમાનનો નારો આપ્યો તે પ્રબોધનકારેપ્રબોધનકારે .

 

શિવસેનાનો જન્મ થયો તેના લગભગ 45 વર્ષો પૂર્વે તેમણે મુંબઈમાંના પરપ્રાંતિઓના ધાડાં વિશે પ્રબોધનમાં લેખ લખ્યો હતો . એટલું જ નહીં , સ્થાનિકોને નોકરીઓમાં પ્રાધાન્ય મળવું જોઈએ આ બાબત પણ અંગ્રેજ સરકાર પાસે મંજૂર કરાવડાવી હતી .

 

20મી નવેમ્બર , 1973 ના દિવસે પ્રબોધનકારનું નિધન થયું . ત્યારે મુંબઈમાં શિવસેનાની સરકાર હતા . સુધીર જોશી મુંબઈના મેયર હતા . તેમની અંતિમયાત્રા બાબાસાહેબ આંબેડકર બાદની મુંબઈની સૌથી વિશાળ અંતિયાત્રા માનવામાં આવે છે . ઘરના ઉંબરે ચંપલોને ઢગલો , તે આપણી સંપત્તિ છે , એવું સંતાનોને કહેનારા પ્રબોધનકાર 90 વર્ષનું શ્રીમંત જીવન બાદ પૂર્ણ સંતુષ્ટિ સાથે વિરમ્યા હતા .