કોણા હતા પ્રબોધનકાર ?: Page 8 of 9

ચળવળ સાથે સંકળાયંલાઓ કોંગ્રેસ તરફ ન ગયા , પણ ન .ચિ.કેળકર તથા સાવરકરના પ્રભાવને કારણે હિંદુમહાસભાથીસમાન તરફ વળ્યા . પણ પ્રબોધનકાર કાયમ જ સ્વતંત્ર રહ્યા . તેમણે કોંગ્રેસ તથા હિંદુમહાસભાથીસમાન અંતર જાળવી રાખ્યું હતું .

 

પ્રબોધનકારના હિંદુત્વનો પાયો ગજાનનરાવ વૈધની હિંદુ મિશનરી સોસાયટીમાં નાખવામાં આવ્યો હતો . આ સોસાયટીનએ વટલાવવામાં આવેલા હિંદુઓને ફરીથી હિંદુ ધર્મના નેજા હેઠળ લાવવાનું કામ કર્યું . વળી, આ ષિય પર વૈચારિક દૃષ્ટિએ પણ તેમનું કામ મહત્ત્વનું છે . પણ વૈદ્ય અને તેમના અનુયાયીઓ બ્રાહ્મણેત્તર હોવાથી હિંદુત્વવાદીઓએ કાયમ જ તેમની તરફ ર્દુલક્ષ કર્યું હતું . પ્રબોધનકારે હિંદુ મિશનરી તરીકે અનેક વર્ષો સુધી પ્રચાર કર્યો . ગામોગામ ફરી પ્રવચનો આપ્યા . નાગપુરના હિંદુ મિશનરી પરિષદના તેઓ પ્રમુખ પણ હતા . વૈદ્યએ વિકસાવેલી વૈદિક વિવાહ વિધિને તેમણે ટેકો આપ્યો . અનેક લગ્નોમાં નવી વિધી મુજબ લગ્ન કરાવવા તેમણે પુરોહિતનું પદ પણ સંભાળ્યું . આજે પણ વૈદિક વિવાહ વિધી પ્રસિધ્દ છે .

 

હિંદુ દર્મમાંની અંધશ્રધ્દાની પરંપરા તથા આદ્ય શંકરાચાર્યથી લઈને લોકમાન્ય ટિળક સુધીના હિંદુત્વવાદીઓના આદર્શો પર તીવ્ર પ્રહાર , તેમ જ બ્રાહ્મણેત્તર ચળવળનું નેતૃત્વ તેમની દૃષ્ટિએ હિંદુત્વવાદનો જ એક ભાગ હતો . મુસ્લિમો તેમ જ ખ્રિસ્તીઓ પર તેમણે પૂર્વગ્રહને કારણે પ્રહાર કર્યા હોવાનું ક્યાંય જોવા મળતું નથી . તેમનું હિંદુત્વ દલિતોના વિરોધમાં નહોતો , ઉલ્ટાનું તે તેમનો પક્ષ લઈને લડતો હતો .

 

સાહિત્ય

 

વકૃત્વશાસ્ત્ર (1919) પ્રબોધનકારનું પહેલું મહત્ત્વનું પુસ્તક ગણવું જોઈએ . આ પ્રકારનો વિષય ધરાવતું ભારતીય ભાષામાંનું આ પહેલું પુસ્તક હોવું જાઈએ . ખુદ લોકમાન્ય ટિળકે તેમના વખાણ કર્યા હતા . પણ તે પૂર્વે પણ તેમણે લાઈફ એન્ડ મિશન એફ રામદાસ (1919) નામનું સંત રામદાસનું જીવન ચરિત્ર અંગ્રેજીમાં લખ્યું હોવાનો ઉલ્લેખ છે . જો કે , આજે આ પુસ્તક ઉપલબ્ધ નથી . ભારતીય ઈતિહાસ સંશોધન મંડળાલા ઉલટ સલામી મ્હણજે કોદંડાચા ટણત્કાર આ પુસ્તકનોઉલ્લેખ અગાઉ આવી ગયો છે . ભિક્ષુકશાહીચે બંડ ,  ‘નોકરશાહીચે બંડ અર્થાત ગ્રામણ્યાચા સાદ્યંત ઈતિહાસ ,  ‘દગલબાજ શિવાજી જેવા પુસ્તકોઅ ઈતિહાસની તો  ‘શનિમહાત્મ્ય,  ‘ધર્માંચી દેંવળ આણિ દેવળાંતા ધર્મ ,  ‘હિંદુ ધર્માચે દિવ્ય ,  ‘હિંદુધર્માચા હાસ આણિ અધઃપાત જેવા પુસ્તકો દ્વારા ધર્મની ચિકિત્સા કરી .  ‘પંડિતા રમાબાઈ સરસ્વતી , શ્રી સંત ગાડગે બાબા ,  ‘કર્મવીર ભાઉરાવ પાટીલ યાંચે અલ્પચરિત્ર તેમના જીવન ચરિત્રો વિશેના પુસ્તકો હતા .

 

માઝી જીવનગાથા તેમના સંસ્મરણો સભર આત્મકથા , આજે વીસમી સદીના મહારાષ્ટ્રના ઈતિહાસના અભ્યાસ માટે એક મહત્ત્વનું જસ્તાવેજ ગણાય છે . તેમના પૂર્વપ્રકાશિત લેખોના અનેક સંગ્રહો તથા પુસ્તકો પણ બહાર પડ્યા હતા . તેમણે શાહિર બનીને લખેલા પોવાડા પણ બે પુસ્તિકા રૂપે જોવા મળે છે . સ્વાધ્યાય સંદેશ તથા  ‘ઉઠ મરાઠ્યા ઉઠ તેમના મહત્ત્વનાં પુસ્તકો ગણાય છે .  ‘ખરા બ્રાહ્મણ ,  ‘ટાકલેલં પોર ,  ‘સંગીત વિધિનિષેધ ,  ‘કાળાચા કાળ ,  ‘સંગીત સીતાશુધ્દિ જેવા તેમનો નાટકોએ ઈતિહાસ રત્યો હતો . તેમણે ફિલ્મો પણ લખી હતી .  ‘શ્યામચી આઈ ,  ‘મહાત્મા ફૂલે અને  ‘માઝી લક્ષ્મી જેવી આચાર્ય અત્રેની ફિલ્મોમાં તેમણે અભિનય પણ કર્યો હતો .

 

સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન

 

સંયુક્ત મહારાષ્ટ્રના આંદોલનમાં પ્રબોધનકાર ઠાકરે , આચાર્ય