કોણા હતા પ્રબોધનકાર ?: Page 6 of 9

તેઓ ત્યાં સહાયક પ્રૂફ રીડર હતા . ત્યાં કામ કરતાં તે ઓ છધ્મનામે અન્યત્ર લખતા હતા . પોતાના નામે ઈંદુપ્રકાશ તથા થાણેના જગત્સમાચાર જેવા અખબારોમાં તેઓ લખતા . ત્યારબાદ તેમણે જલગાંવમાં સારથિ નામનું માસિક વર્ષભર ચલાવ્યું .

 

પણ તેમની કલમની વસંત મહોરી તે પ્રબોધનને કારણે જ . 16 મી ઓક્ટોબર , 1921 ના દિવસે આ પાક્ષિક શરૂ થયું . બ્રાહ્મણ-બ્રાહ્મણેત્તર વિવદમાં નવા વિવાદને જન્મ આપવા માટે અને પોતાના પરના આક્ષેપોને જવાબ આપવા માટે તેમણે પોતાની માલિકીના નિયતકાલીનની જરૂર હતી . A Fortnightly Journal Devoted To The Social, Religious and Moral Regeneration Of Hindu Society  આ ધ્યેય ધરાવતા પ્રબોધનનો રાજકારણ તરફ ઝુકાવ જરાય નહોતો. તે કાળમાં સરકારી નોકરને પોતાનુ માસિક કાઢવાની પરવાનગી નહોતી. પણ પોતાના કામમાં ચોક્કસ સેવા પ્રબોધનકારને બ્રિટિશ સરકારે પ્રબોધન કાઢવાની વિશેષ છૂટ આપી હતી. પણ પોતાના મતસ્વાતંત્ર્ય પર કુઠરાઘાત થઈ રહ્યો છે એવું લાગતા તેમણે સરકારી નોકરીમાંથી રાજીનામું આપી દીઘું.

 

સામાજિક સુધારણાને વ્હાઈટ કૉલર સમાજ કરતાં આગળ લઈ જઈ બહુજન સમાજ સુધી પહોંચાડણારો  પ્રબોધન ગોપાળ ગણેશ આગરકરના સુધારક કરતા બે-ચાર પગલાઆગળ નીકળીગયું હતું, એવું મરાઠી અખબરોનો ઈતિહાસ આલેખનારા રા. કે. લેલે કહે છે. પ્રબોધનકારની શૈલી વિશે તેઓ લખે છે કે. તેમણી વાણી તથા કલમની જોડ મહારાષ્ટ્રમાં જડવી મુશ્કેલ છે. તેઓ માત્ર ટોણો મારતા નથી પણ સણસણતો દ્યા કરે છે. વાંચનારાનું તન-બદન ભભૂકી ઊઠે તેવી તેમણી ભાષા હતી. પણ તે મરાઠી વધારે સરળ અને વિશુદ્ધ હતી.

 

મહારાષ્ટ્રમાં  પ્રબોધનનું વેચાણ તથા પ્રભાવ મોટો હતો . તેણે પોતાના માત્ર પાંચ -છ વર્ષના સમયગાળામાં બહુજનવાદી પત્રકારત્વને માન્યતા , આયામ અને વિચારોની પાકટતા મેળવી આપી . આને કારણે પ્રબોધન બંધ પડ્યા બાદ પણ પ્રબોધનકાર બિરૂદ તેમની પાછળ નામની જેમ જ સન્માનજનક રીતે આવીને જોડાઈ ગ .. આગરકરનો વારસો આગળ વધારવા તેમણે પુણે વસવાટ દરમિયાન લોકહિતવાદી નામનું સાપ્તાહિક વર્ષભર ચલાવ્યું .

 

પ્રબોધન બંધ થયા બાદ તેમણે પોતાનું કોઈ પત્ર કાઢ્યું નહીં , પણ તેઓ સતત લખતા રહ્યા . માલતી તેંડુલકરના પ્રતોદના તેઅ વર્ષભર સંપાદક હતા . કામગાર સમાચાર થી લઈને અગ્રણી સુધી અને   ‘ વિજય મરાઠા થી માંડીને  ‘કંદીલ સુધી અનેક સામયિકોમાં તેઅ લખતા રહ્યા .  ‘નવા મનુ માંના  ‘તાત્યા પંતોજૂ ધડ્યા ,  પુઢારી માંના  ‘શનિવારચે કૂટાણે ,  ‘નવકાળ માં  ‘ધાવ ઘાલી નિશાણી ,  ‘લોકમાન્ય માં  ‘જૂન્યા આઠવણી અને  ‘બાતમીદાર માં  ‘વાચકોંચે પાર્લામેન્ટ એવી અનેક કોલમો ખૂબ વખણાઈ હતી . જીવનના અંતિમ તબક્કામાં તેઅ મુખ્યત્વે માર્મિકમાં લખતા હતા .

 

કર્મવીરના ગુરૂ

 

બ્રાહ્મણેત્તર આંદોલન માટે સાતારા ખૂંદી વળનારા ભાઉરાવ પણ પ્રબોધનકારની જેમ સેલ્સમેન જ હતા . તેઓ ટાઈ અને કોટ પહેરીને કિર્લોસ્કરના હળ વેચતા હતા . પણ અસ્પૃશ્યોને શિક્ષણ આપનારી રૈયત શિક્ષણ સંસ્થાએ તેમને પોતાની તરફ ખેંચી લીધા . તેમના કામની તમામ રૂપરેખા પ્રબોધનકારના સાનિધ્યમાં દાદરના ખાંડકે બિલ્ડિંગમાં તૈયાર થઈ . સાતારામાં હળ બનવવાનું કારખાનું નાખવું અને તેમાંથી થનારી આવકમાંથી બોર્ડિંગ બનાવવી વી યોજના હતી . આ માટે ઉદ્યોગપતિ ખાનબહાદુર ધનજી કૂપરે પાડલી ખાતે કારખાનું શરૂ કર્યું .