કોણા હતા પ્રબોધનકાર ?: Page 5 of 9

મૃત્યુની ખાટી અફવા ઉડાડવી જેવી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો . પણ તેઓ આ બધા સામે અડીખમ ઊભા રહ્યા .

 

રાડર્ષિનો કોદંડ

 

આ કાળમાં બ્રાહ્મણેત્તર આંદોલનનું નેતૃત્વ છત્રપતિ શાહુ મહારાજ કરતા હતા . પ્રબોધનકાર પણ પ્રવચનો આપવા ગામેગામ ફરતા હતા . સાથે જ જે -તે ગામના દસ્તાવેજોમાં ત્યાંનો ઈતિહાસ શોધતા હતા . આ પ્રકરણમાં બ્રાહ્મણોના વર્ચસ્વવાળા અખબારોની ટીકાઓને જેવા સાથે તેવા જેવો જવાબ આપવા માટે મહારાજને પણ એક કલમ બહીદુરની જરૂર હતી . પહેલી મુલાકાતમાં જ આ બે મહાપુરૂષો વચ્ચે અખંડ સ્નેહ નિર્માણ થયો . વેદોક્ત પુરાણોક્ત વિવાહ હોય કે ક્ષાત્રજગદગુરૂ પીઠની સ્થાપના હોય , પ્રબોધનકારે પૂરા પાડેલા ઐતિહાસિક દાખલાઓને કારણે છત્રપતિ સારી મદદ મળી .

 

21 મા વર્ષે પ્રબોધનકારને ટાઈફોઈડ ન્યૂમોનિયા થયો હતો . ત્રણ મહિના સુધી માંદગીના બિછાના પર પડ્યા રહેવાથી ગર મહિનાનો પગાર આવતો નહોતો . આર્થિક ખેંચ હતી . આવામાં, એક વકીલ શાહુ મહારાજનો પત્ર લઈને આવ્યા . એક વિષય પર પુરોણોના આધારે ગ્રંથ લખવા માટે પાંચ હજાર રૂપિયોનો એક તેની સાથે બીડવામાં આવ્યો હતો . પણ આ બાબતમાં પ્રબોધનકારનો જવાબ હતો પુરાણ એટલે -----, એવું હું માનું છું . છત્રપતિ જેવા નૃપશ્રેષ્ઠ આવા ચિત્રવિચિત્ર વિષયો શાને સૂચવે છે ? કોઈ એક જાતને શ્રેષ્ઠ કહેવડાવાથી આપણી જાત કનિષ્ઠ થઈ જતી નથી . હું આ એક પર થૂંકું છું . છત્રપતિએ લીધેલી આ પરીક્ષા હતી . હી ઈઝ ઘ ઓન્લી મેન વી હેવ કમ ત્રપતિની ભૂલ હોય ત્યાં પ્રબોધનકારે ભારેખમ ટીકા પણ કરી . પ્રબોધનના બીજા જ અંકમાં તેમણે અંબાબાઈયા નાયટા નામનો સ્ફોટક લેખ લખ્યો હતો . કેટલાક મરાઠા યુવાનોએ અંબાબાઈના મંદિરમાં જઈ પૂજા કરી હતી . આ માટે શાહુએ તેમને શિક્ષા કરી હતી . આકારણસર તેમને પ્રબોધનકારની કલમનો પ્રસાદ ચાખવો પડ્યો હતો . ક્ષત્રિય શંકરાચાર્ય બનાવવા સંદર્ભે પણ પ્રબોધનકારે શાહુને કલમથી બરોબરના ઠમઠોર્યા હતા .

 

આ બધું થયું હોવા છતાં શાહુનો પ્રબોધનકાર પરનો સ્નેહ તેવો જ હતો . એક રાતે દાદરમાં એક ગાડી કોદંડનો શોધતી ફરતી હતી . શાહુ મહારાજ પ્રબોધનકારને કોદંડ (ધનુષ્ય) કહીને બોલાવતા હતા . તેઓ પ્રબોધનકાર પાસે આવ્યા અને તેમને શાહુ મહારાજ પાસે લઈ ગયા . મધરાત થઈ ગઈ હતી . મહારાજની તબિયત નાદુરસ્ત હતી . છત્રપતિ પ્રતાપસિંહ અને રંગો બાપુજીનો ઈતિહાસ આલેખવો જ , એવું વચન છત્રપતિએ પોતાના હાથ પર હાથ મૂકાવી પ્રબોધનકાર પાસે લેવડાવ્યું . બીજા દિવસે સવારે મહારાજ મોટા ગામતારે નીકળી ગયા હોવાના સમાચાર આવ્યા હતા .

 

પ્રબોધનકારનું પત્રકારત્વ

 

બાળપણમાં પનવેલમાં પ્રબોધનકારને પોકેટ એન્સાયક્લોપિડિયા નામનું એક નાનકડું પુસ્તક મળ્યું . તેમાંના કેટલાક માહિતીપ્રદ ભાગનું ભાષાંતર કરી તેમણે તે હ .ના.આપ્ટેના તે સમયના લોકપ્રિય કરમણૂકમાં મોકલ્યો . તે છપાયો પણ ખરો . હરિભાઉએ પત્ર લખી વધુ લેખો મગાવ્યા અને પ્રબોધનકારના લેખનની શરૂઆત થઈ . કેરળ કોકિલકાર કૃષ્ણાજી નારાયણ આઠલ્યેએ તેમના પનવેલ મુકામ  દરમિયાન લેખન અને પત્રકારત્વના સંસ્કારોનું સિંચન કર્યું . તે પૂર્વે શાળામાં હતા ત્યારે તેમણે વિદ્યાર્થી નામનું એક સાપ્તાહિક શરૂ કર્યું હતું . આ માટે તેમણે એક ઘરગથ્થુ છાપકામ યંત્ર પણ બનાવ્યું હતું . એક અઠવાડિયામાં પચાસ અંકો છાપ્યા . ચાર-પાંચ મહિના તે ચલાવ્યું પણ ખરૂં . પણ તેમના હાથમાં ખરેખર શાહી લાગી હોય તો મુંબઈના તત્વવિવેચકના છાપખાનામાં . 1908 ના કાળમાં