કોણા હતા પ્રબોધનકાર ?: Page 4 of 9

મંજુ નામની બાળસખીના લગ્ન પાંસઠ વર્ષના આધેડ સાથે નક્કી થયા હોવાથી તેમણે લગ્ન મંડપ બાળી નાખ્યો હતો .

 

પ્રબોધન ચાલુ હતું ત્યારે દાદરના ખાંડકે બિલ્ડિંગમાં સ્વાધ્યાય આશ્રમ શરૂ થયો . પ્રબોધનનાં અંકોના પેકિંગ માટે મહિનામાં બે વાર અનેક યુવાનો આખી રાત જાગતા . આ બધું પ્રબોધનકારમા દેખરેખ હેઠળ થતું . આમાંથી સ્વાધ્યાય આશ્રમ અને ગોવિંદાગ્રમ મંડળ શરૂ થયાં . આ સંસ્થાએ પ્રવચનો યોજ્યા તથા પુસ્તક પ્રકાશનનું કામ તો કર્યું જ પણ દહેજ વિરોધી મંડળનું કામ મોટા પ્રમાણમાં કર્યું . દહેજ લઈને લગ્ન થતાં હોય ત્યાં જઈ યુવાનો દેખાવો કરતા . ગધેડાનો વરઘોડો કાઢતા અને દહંજ પાછું આપવાની ફરજ પાડતા . ખાસ તો આ ચળવળ દ્વારા ઘડાયેલા અનેક કાર્યકર્તાઓએ આગળ જઈ ડો . બાબાસાહેબ આંબેડકરની ચળવળમાં શરૂઆતના તબક્કામાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો .

 

સ્ત્રી ઉત્થાનના કાર્યોમાં પ્રબોધનકાર કાયમ જ આગળ રહ્યા હતા . સ્ત્રી શિક્ષણના તેઅ હિમાયતી હતા . ગોવામાંની દેવદાસી પ્રથા પર કાયદા દ્વારા પ્રતિબંધ નાખનામાં આવે તે માટે ત્યાંના ગવર્નર જનરલને પ્રથમ નિવેદન અપાયું હતું તે પ્રબોધનકારના નેતૃત્વમાં જ . પ્રબોધનકારે વીસ -પચ્ચીસ વિધવાઓના વિવાહ પણ કરાવી આપ્યા હતા .

 

બ્રાહ્મણેત્તર આંદોલન

 

પ્રબોધનકારને બૂડબાજી અર્થાત પુસ્તકોનું વ્યસન હતું . મૂળ તો ચળવળિયો જીવ . ક્રાંતિકારી વિચારોના બાજ ઘરમાંથી જ રોપાયાં હતાં . આમાં લોકહિતવાદી , મહાત્મા ફૂલે , આગરકર અને ઈગરસોલના લખાણોના વાંચને ખાતરનું કામ કર્યું . આવામાં રાજવાડે પ્રકરણ પ્રકાશમાં આવ્યું . ભારતીય ઈતિહાસ સંશોધન મંડળના ચોથા પર્ષનો અહેવાલ લખતી વખતે ઈતિહાસાચાર્ય વિ . કા. રાજવાડેએ મરાઠાશાહીના પતન માટે બ્રામ્હણેત્તરોને , ખાસ કરીને કાયસ્થોને જવાબદાર ગણાવ્યા હતા . જે કે , લાસ્તવિકતા કંઈક જુદી જ હતી . ઈતિહાસ સંશોધનના નામે સત્ય છૂપાવી બ્રામ્હણ સિવાયના લોકોના સ્વાભિમાનને પગ તળે કચડવાના પ્રયાસો પેશવા કાળથી સાતસ્યતાથી ચાલુ હતા . રાજવાડેના ઈતિહાસ સંશોધનમાં તપશ્ર્ચર્યાની દાદાગીરી એટલી હતી કે તેમનો વિરોધ કરવાની હામકોઈનામાં નહોતી . આવામાં 33 વર્ષનો એક યુવાન છાતી ઠોકીને ઊભો થયો . પ્રબોધનકાર મેદાનમાં ઊતર્યા . તેમણે કોદંડાયા ટણત્કાર અર્થાત ભારતીય ઈતિહાસ સંશોધન મંડળને ઊંધી સલામી નામનું ટકોરાબંધ પુસ્તાક લખ્યું . તેમાં મરાઠાશાહીમાંના બ્રાહ્મણોના જાતિવાદનું સરસ વિવેચન કર્યું હતું . આ બધું એટલું સચોય હતું . કે રાજવાડે તેમને જવાબ પણ આપી શક્યા નહીં . બ્રાહ્મણવાદી ઈતિહાસ પ્રથાને આ બાબાતને કારણે ધક્કો લાગ્યો અને મરાઠાઓના નવા ઈતિહાસ લેખનનો ચીલો શરૂ થયો .

 

માત્ર પુસ્તક લખીને પ્રબોધનકાર શાંત બેઠા નહીં . પુસ્તકના પ્રચાર માટે તેઓ મહારાષ્ટ્રમાં નાગપુરથી બેલગામ સુધી ફર્યા . આ દરમિયાન તેઓ બ્રાહ્મણેત્તર ચળવળ તરફ આકર્ષાયા . બ્રાહ્મેત્તરોના વૈચારિક નેતૃત્વનો ખાલીપો ભરી કાઢવા સાથે મહાત્મા ફૂલેની સત્યશોધક ચળવળ ફરીથી શરૂ કરવામાં સિંહફાળો આપ્યા .આગળ જતાં સાતારા ગાદીના છેલ્લા છત્રપતિ પ્રતાપસિંહનું તત્કાલીન અંગ્રેજતરફી બ્રાબ્મણો દ્વારા થયેલા અપમાનો તથા તેમના અંતની વાત પણ તેઓ સૌની સામે લાવ્યા . આને કારણે મહારાષ્ટ્રમાં બ્રાહ્મણેત્તર આંદોલનનો પાયો નખાયો .

 

પુણેમાંના તેમના આ આંદોલનનો બળ મળ્યું . કેશવરાવ જેધે એને દિનકરરાવ જવળકર આ યુવાનો સાથે પ્રબોધનકાર જોડાયા તેથી બ્રાહ્મણવાદી ચળવળકારો ગભરાઈ ગયા . લોકમાન્ય ટિળકના સુપુત્ર શ્રીધરપંત અને રામભાઉ ગાયકવાડ , વાડામાંના ગણેશોત્સવ આયોજનમાં અસ્પૃશ્યોનાં ધાડાં લઈ ગયાં . ત્યાં જ સમતા સૈનિક સંઘની સ્થાપના થઈ . ઊંચનીચના ભેદભાવ મીટાવી સૌને સાથે પંગતમાં જમવા બેસાડાયા . આની પાછળની મહત્ત્વની પ્રેરણા પ્રબોધનકારની હતી . આને કારણે તેમના પર બહિષ્કાર , ઘરની સામે મકેલું ગધેડું નાખવું ,