કોણા હતા પ્રબોધનકાર ?: Page 2 of 9

સંસ્કારના બીજ પ્રબોધનકારમાં ત્યારે જ રોપાયાં હશે. નાના (માતાના પિતા) પત્કી વિષ્યાત ધારાશાસ્ત્રી હતા. પણ મૂળે તો તેઓ શિવ ઉપાસક અને જનસેવક, પનવેલ પહેલા હાલની હાર્બર લાઈન પર ખાંદેશ્વર નામનું એક સ્ટેશન આવે છે. આ ખાંદેશ્ર્વરની સ્થપના બાબાએ જ કરી હતી. મંદિરનો ધર્મ કે ધર્મનું મંદિર આ સવાલ પૂછનારા પ્રબોધનકારે ક્શનાલિઝમ અને શ્રધ્દા વચ્યે જે સંતુલન સાધ્યું, તે બાળપણના આ પ્રભાવને કારણે જ. તેમણે શ્રધ્દાનાં છોતરા ઉડાડ્યાં પણ પોતે ક્યારેક અશ્રધ્દ ન થયા.

 

આબંને કરતાં પ્રબોધનકાર પર વઘારે અસર પાડનારૂ એક વ્યક્તિમત્વ હતું બય અટલે કે દાદી પિતાનાં માતા . તેમણે જાત - પાત અને ધર્મની પેલે પાર જઇ છ -છ દાયકા સુધી દાયણનું કામ ર્ક્યું . મે આયુષ્યભર જાત -પાત અને દહેજનો વિરોધ ર્ક્યો , તેની પ્રેરણા મને મળી તે આ હય પાસેશી જ , એવું પ્રબોધનકારે કહ્યું હતું . શાળામાંથી પાછા ફરતી વખતે એક મહારાનો (અસ્પૃશ્ય દલિત ) પડછાયો નાનકડા કેશવ પર પડ્યો . હવે ઠાકરે વટલાઈ ગયો , એવી બૂમાબૂમ સાથેના બ્રામ્હણ છોકરાઓ કરવા લાગ્યા . આ કોલાહાલ બયનાં કાને પડયો . તેમણે અભ્યંકર નામના એક છોકરાને આગળ ખેંચ્યો . એને તેનો પડછાયો કેશવ પર પાડ્યો . મહારના પડછાયાથી જો મહાર થયો , તો બ્રાહ્મણના પડછાયાથી અમારો દાદા બ્રાહ્મણ થયો .

 

આગળ જતાં મહાર જાતિના એક સુબેદાર ગામમાં રહેવા આવ્યા . અંગ્રેજી પાંચમા ધોરણમાં ભણતા પ્રબોધનકાર રોજ તેમના ઘરે ચા પીવા જતા . આને પગલે ગામમાં બબાલ થઈ . ફરિયાદ કરવા માટે ઘરે આવનારાઓને ચોપડાવતી કે તમારા જેવા દારૂ પીનારાઅ કરતાં મહારના ઘરની ચા સારી . બલિ પ્રતિપદાના દિવસે મહાર જાતિની સ્ત્રીઓને ઠાકરેના ઘરના ઓટલે રંગોળીના પાટલા પર બેસાડી દીવાની તેમની આરતી ઉતારનામાં આવતી . તે પછી જ તેમને દિવાળીની બક્ષિસ આપવામાં આવતી હતી . આરીતે મળેલા સંસ્કાર મહત્ત્વનાં ઠર્યાં . બય જીવનના છેલ્લાં વર્ષોમાં દાદરમાં વસ્યાં હતાં અને ત્યાં જ તેમનું અવસાન થયું હતું , ત્યારે તમામ જાતિના હિંદુઓ તેમ જ મુસલમાન તથા થ્રિસ્તીઓ સુધ્દાં તેમને ખભો આપવા આવ્યા હતા .

 

પિતા સીતારામ ઊર્ફે બાબા પણ કોઈનીય મદદે દોડી જનારા પરગજુ હતા . નોકરી ગુમાવ્યા બાદ પણ હિંમત ન હારતા પોતાની મર્યાદા કોલર જોબના પરાવલંબનને તોમણે જીવનભર પોતાનાથી દૂર રાખ્યું . તેમણે અનેક સાહસો (ધંધાના) ખેડ્યા, આ વાતનું મૂળ હતું સીતારામ પંતની શીખમાં . ગામમાં આગ લાગી હોય તો પોતાનું સર્વસ્વ વિસારે પાડી સીતારામપંત ત્યાં દોડી જતા . ગામમાં પ્લંગનો વાયરો હતો ત્યારે પણ તોઓ આ રીતે જ દોડી ગયા હતા . પણ પ્લેગે તેમનો ભોગ લઇ લીધો . પિતાનું અવસાન થયું ત્યારે પ્રબોધનકાર માંડ સાળ -સત્તર વર્ષના હતા .

 

પિતા કરતાં માતાનો તેમના પર પ્રભાવ વધારે હતો . તેમે પ્રબોધનકારમાં સ્વાધ્યાય તથા સ્વાભિમાનના સંસ્કારોનું સિંચન ક્રર્યું હતું . પિતાને લોટરી લાગી ત્યારે તેમનો પગાર 15 રૂપિયા હતો અને લોટરીની રકમ હતી 75 રૂપિયા. ત્યારે માતાએ કહ્યું , આપણાને મહેનતનો રોટલો જ જોઈએ . રાજકીય નેતા હોવાને કારણે હરામના હપ્તા ઉધરાવનારાઓને આવું કેણ કહેશે ? માતાએ તેમનામાં વાંચનની ,ખાસ કરીને અખબાર વાંચવાની , ખાસ કરીને અખબાર વાંચવાની ટેવ પાડી . આને કારણે મરાઠી નવેસરથી આકાર આપનારા પત્રકારનો જન્મ થયો .

 

ઠાકરે સીકેપી અર્થાત ચાંદ્રસેનીય કાયસ્થ પ્રભુ જ્ઞાતિના . બાળપણમાં પોતાના કોઈ બ્રામ્હણ સહપાઠીના ઘરે પીવાનું પાણી માગતા તો તપેલીમાં